શરમજનક! પીરિયડ્સમાં મહિલાએ એવી જગ્યાએ રહેવું પડ્યું, અકાળે મોતને ભેટી
માસિકચક્રના કારણે બારી વગરની ઝૂંપડીમાં રહેતી એક 21 વર્ષની નેપાળી મહિલાનું કથિત રીતે શ્વાસ રૂંધાવાથી મોત થયું છે.
Trending Photos
કાઠમંડૂ: માસિકચક્રના કારણે બારી વગરની ઝૂંપડીમાં રહેતી એક 21 વર્ષની નેપાળી મહિલાનું કથિત રીતે શ્વાસ રૂંધાવાથી મોત થયું છે. આવો જ એક કિસ્સો તાજેતરમાં બન્યો હતો જેમાં મહિલા અને બે બાળકોના મોત થયા હતાં. નેપાળમાં માસિકચક્ર દરમિયાન મહિલાઓને અસ્પૃશ્ય ગણવામાં આવે છે અને અલગ રહેવાની પ્રથા હતી. જો કે આ પ્રથા પર રોક લાગી છે. અનેક સમુદાયોમાં હજુ પણ મહિલાઓને આ રીતે અલગ રહેવા માટે મજબુર કરાય છે. નેપાળના દૂરસ્થ ધોતી જિલ્લામાં 31 જાન્યુઆરીના રોજ પાર્વતી બોગાતી આવી જ એક અલગ ઝૂંપડીમાં એકલી સૂઈ રહી હતી. ઝૂંપડીને ગરમ રાખવા માટે તેમાં આગ પ્રગટાવેલી હતી.
કાઠમંડૂ પોસ્ટના અહેવાલ મુજબ બીજા દિવસે પાર્વતી મોડે સુધી ન ઉઠતા તેના સાસુ લક્ષ્મી બોગતી ઝૂંપડીમાં ગયા અને જોયું તો તે મૃત હાલતમાં પડી હતી. લક્ષ્મીએ જણાવ્યું કે પાર્વતી ખુશ હતી કારણ કે બીજા દિવસે તેનું માસિક ચક્ર સમાપ્ત થતું હતું. પરંતુ તે પહેલા જ તે મૃત્યુ પામી.
તેણે કહ્યું કે પાર્વતી તે દિવસે ઝૂંપડીમાં ગઈ કારણ કે દર મહિને માસિક ચક્ર દરમિયાન તે ત્યાં જતી હતી. ત્ંયા બીજી 3 મહિલાઓના પણ પીરિયડ્સ ચાલુ હતાં. ગ્રામીણ નગરપાલિકા અધ્યક્ષ દીર્ઘા બોગતીએ કહ્યું કે પાર્વતીનું મોત શ્વાસ રૂંધાઈ જવાથી થયું. તેના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે લઈ જવામાં આવ્યું છે.
અત્રે જણાવવાનું કે ચાલુ વર્ષે જાન્યુઆરીમાં જ એક 35 વર્ષની મહિલા અને તેના બે બાળકોનું આ જ રીતે બારી વગરની ઝૂંપડીમાં રહેવાના કારણે શ્વાસ રૂંધાવવાથી મોત નિપજ્યા હતાં. મહિલા માસિકધર્મના કારણે ઝૂંપડીમાં રહેતી હતી. 2018માં પણ આ જ રીતે 23 વર્ષની એક યુવતીનું મોત થયું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે